વડોદરાના આજવા રોડ પર આવેલા ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર તેમજ થ્રી-વ્હીલરના ગોડાઉનમાં ગઈ મોડી રાતે ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડના પાંચ ફાયર એન્જિન કામે લાગ્યા હતા.આજવા રોડ પર આવેલા હનુમાન પુરા ખાતે ઇલેક્ટ્રીક વાહનોના શોરૂમ તેમજ ગોડાઉનમાં ગઈ મધરાતે લાગેલી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. એક મહિના પહેલા જ આ કંપનીમાં ઇન્કમટેક્સ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું.
ગઈ મધરાતે લાગેલી આગમાં વાહનો તેમજ ડ્રાય બેટરીનો જથ્થો લપેટાઈ જતા ધડાકા થયાહતા અને આસપાસના ગ્રામજનો ગભરાઈને બહાર નીકળી આવ્યા હતા.વડોદરા ફાયર બ્રિગેડની જાણ થતા દાંડિયા બજાર, પાણીગેટ અને ઇ.આર.સીના પાંચ ફાયર એન્જિન દ્વારા પાંચ કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ આ બનાવની તપાસ હાથ ધરાઈ છે તેમજ ફોરેન સિક્સ નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
...
Reporter: News Plus